ગ્રાહકે તેમનો ડેટા ડિલીટ કરવા કહ્યું — શું કરું?
વેબસાઇટ પરથી આવેલી વિનંતી Sales → Data requests માં આવે: “Answer…” દબાવો, પછી “Erase and tell them”.
રૂબરૂ કહ્યું? ગ્રાહક ખોલી Erase દબાવો. દુકાનના પૈસા બાકી હોય ત્યાં સુધી ના પાડે — પહેલાં હિસાબ પતાવો.
નામ, સંપર્ક અને પસંદગીઓ ભૂંસાઈ જાય; ટૅક્સ ઇન્વૉઇસ રહે, પણ તેમના નામ વગર.
ક્યાંSales → Data requests બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “ગ્રાહકની માહિતી કાઢી નાખવી”
- “customer data delete karvo”