Starter
₹8,000 / વર્ષ
18% GST સાથે: વર્ષે ₹9,440 · અથવા મહિને ₹800
1 દુકાન/ગોડાઉન · 2 યુઝર · 500 સ્ટાઇલ · કાઉન્ટર અને બેક ઓફિસ
મફત ટ્રાયલ શરૂ કરોઆખા ભારતની કપડાંની દુકાનો માટે
કાઉન્ટર પર GST સાથે બિલ બનાવો, દરેક સાઇઝ અને રંગનો સ્ટોક રાખો, અને તમારી પોતાની વેબસાઇટ તથા WhatsApp પર વેચો — ગુજરાતી, हिन्दी કે English માં.
કાર્ડની જરૂર નથી · 30 દિવસ મફત · પ્લાન વર્ષે ₹8,000 + GST થી


બિલ જુઓ →
ઉદાહરણ: VASAH પર એક દુકાનની પોતાની વેબસાઇટ
ત્રણ ભાષા, એક દુકાન
કાઉન્ટરનું પોતાનું ચુકવણીનું બટન, દરેક કેશિયરને દેખાય તેમ.
એક સિસ્ટમ, ચાર જગ્યા
કાઉન્ટર પર કુર્તી વેચો, એટલે વેબસાઇટ પર એ સાઇઝ દેખાતી બંધ થાય. પાર્સલ આવે, એટલે દરેક દુકાનને દેખાય. રાત્રે એક સિસ્ટમમાંથી બીજીમાં કંઈ ચઢાવવાનું નહીં.

દરેક સાઇઝ અને રંગનો પોતાનો બારકોડ. બારકોડ નથી? F2 દબાવી નામ કે કોડથી શોધો.
દરેક પીસનો સાચો દર, તેના ભાવ અને HSN કોડ પ્રમાણે, પાકા GST બિલ પર.
એક બિલની ચુકવણી અલગ અલગ રીતે લો. બિલ પ્રિન્ટ કરો, કે WhatsApp પર મોકલો.
બિલ કાઉન્ટરના PC પર રાહ જુએ, અને લાઇન પાછી આવે ત્યારે જાતે ચઢી જાય.

ટ્રાન્સફર, સ્કેનરથી ગણતરી, અને સીઝન પૂરી થાય તે પહેલાં પડી રહેલો માલ બતાવતો રિપોર્ટ.
ભાડું વહેંચીને સાચી પડતર સાથે ખરીદીનાં બિલ, અને કારીગરને જતાં-આવતાં ચલણ.
આઇટમ પ્રમાણે વેચાણ અને નફો, સ્ટોકની કિંમત, GSTR-1 અને GSTR-3B સારાંશ, અને Tally એક્સપોર્ટ.
દરેક વ્યક્તિને પોતાના કામ પૂરતું જ દેખાય. માલિક અને મેનેજર બે પગલાંમાં સાઇન ઇન કરે.

તમારો લોગો અને તમારું વેબ સરનામું — કોઈ બીજાના માર્કેટપ્લેસ પરનું વધુ એક પાનું નહીં.
ખરીદનાર પોતાની ભાષા પસંદ કરે. સાઇઝ ચાર્ટ અને વિગતો તમારા કેટલોગમાંથી આવે.
Razorpay થી ઓનલાઇન ચુકવણી; ખરીદનાર ગેસ્ટ તરીકે ઓર્ડર કરે કે વન-ટાઇમ કોડથી સાઇન ઇન કરે.
ગ્રાહક પોતાના ઓર્ડરના પાના પરથી માંગે; નિર્ણય તમે બેક ઓફિસમાં લો.
બિલ છાપવાને બદલે GST બિલ ગ્રાહકના WhatsApp પર મોકલો.
ઓનલાઇન ગ્રાહકને ઓર્ડર આગળ વધે તેમ WhatsApp પર જાણ થાય.
ગ્રાહકોના મેસેજ તમારી બેક ઓફિસમાં આવે, જ્યાં તમારો સ્ટાફ જવાબ આપે.
મંજૂર થયેલા મેસેજ ટેમ્પ્લેટ સાથે, ફક્ત હા પાડનાર ગ્રાહકોને જ કેમ્પેઇન જાય.
કપડાં માટે બનેલું, કરિયાણા માટે નહીં
એક સ્ટાઇલ, દરેક સાઇઝ અને રંગ અલગ પીસ — ગણાય, ભાવ લાગે, ટૅગ લાગે. સાઇઝ સેટ અને સાઇઝ કર્વ પણ.
ભરતકામ કે સિલાઈ માટે પીસ ચલણ પર મોકલો, અને જુઓ શું પાછું આવ્યું, કોની પાસેથી, અને શું હજુ બાકી છે.
MRP, પેકર, મહિનો અને વર્ષ, અને ગ્રાહક સંપર્ક સાથેના 70×40 mm ટૅગ — સીધા કેટલોગમાંથી છપાય.
એક પીસ ₹2,500 સુધી 5% અને તેથી વધુ પર 18%, ડિસ્કાઉન્ટ પછીના ભાવ પર — અને કાપડ પર 5% જ.
“2 લો, 1 મફત”, સીધું ડિસ્કાઉન્ટ અને તહેવારની ઑફર — સ્કીમ કાઉન્ટર સુધી પહોંચે તે પહેલાં ચકાસવા સિમ્યુલેટર સાથે.
દુકાનો વચ્ચે ટ્રાન્સફર, સ્કેનરથી સ્ટોકની ગણતરી, અને સીઝન પૂરી થાય તે પહેલાં પડી રહેલો માલ બતાવતા રિપોર્ટ.
તમારી પોતાની વેબસાઇટ

ઉદાહરણVASAH પર એક દુકાનની પોતાની વેબસાઇટ — The Krishna's Collection, સુરત
VASAH એકેડેમી
સોમવારે નવો કેશિયર આવે છે? તેને તેની પોતાની ભાષામાં નાના પાઠ મોકલો. અઠવાડિયા સુધી કોઈએ તેની પાછળ ઊભા રહેવું નહીં પડે.
VASAH એકેડેમી જુઓ
કેશિયરના પાઠ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં બોલીને સમજાવતા ટૂંકા વીડિયોમાં — અને દરેક પાઠ લખેલાં પગલાંમાં.
તમારો સવાલ બોલો; ટૂંકો જવાબ અને દબાવવાની કી મેળવો.
પાઠને કાઉન્ટર માટે કાર્ડ તરીકે છાપો: ચિત્રો, ત્રણ ભાષા, દબાવવાની કી.

ઉદાહરણThe Krishna's Collection, સુરત
આજે VASAH પર
સુરતની એક કપડાંની દુકાન: કાઉન્ટર પર બિલ, બેક ઓફિસમાં સ્ટોક અને ખરીદી, અને પોતાના ગ્રાહકો માટે પોતાની વેબસાઇટ.
The Krishna's Collection, સુરત · www.tkcwestern.com
તેમની વાત વાંચો →ભાવ
18% GST ઉમેરાય છે. ગમે ત્યારે બંધ કરો; જેટલા સમયના પૈસા ભર્યા, એટલો સમય ચાલે.
₹8,000 / વર્ષ
18% GST સાથે: વર્ષે ₹9,440 · અથવા મહિને ₹800
1 દુકાન/ગોડાઉન · 2 યુઝર · 500 સ્ટાઇલ · કાઉન્ટર અને બેક ઓફિસ
મફત ટ્રાયલ શરૂ કરો₹14,000 / વર્ષ
18% GST સાથે: વર્ષે ₹16,520 · અથવા મહિને ₹1,400
3 દુકાન/ગોડાઉન · 10 યુઝર · 3,000 સ્ટાઇલ · ઓનલાઇન સ્ટોર
મફત ટ્રાયલ શરૂ કરો₹20,000 / વર્ષ
18% GST સાથે: વર્ષે ₹23,600 · અથવા મહિને ₹2,000
અમર્યાદિત દુકાનો, યુઝર અને સ્ટાઇલ · ઓનલાઇન સ્ટોર
મફત ટ્રાયલ શરૂ કરોકાઉન્ટર પર રસીદ પ્રિન્ટર સાથેનું Windows PC સૌથી સારું ચાલે છે. બેક ઓફિસ કોઈ પણ ફોન, ટેબ્લેટ કે લેપટોપના બ્રાઉઝરમાં ખૂલે છે.
હા. દરેક વ્યક્તિ કાઉન્ટર English, ગુજરાતી કે हिन्दी માં ચલાવી શકે, અને તમારી વેબસાઇટ ત્રણેય ભાષા બોલે છે. બેક ઓફિસ અંગ્રેજીમાં છે.
કાઉન્ટર બિલ બનાવતું રહે છે. બિલ કાઉન્ટરના PC પર રાહ જુએ છે અને લાઇન પાછી આવે ત્યારે જાતે ચઢી જાય છે. રોકડ, UPI અને કાર્ડ લઈ શકાય; ઉધાર, વાઉચર અને પોઇન્ટ કનેક્શનની રાહ જુએ છે.
હા. તેમને સ્પ્રેડશીટમાં મૂકો અને બેક ઓફિસમાં ઇમ્પોર્ટ કરો — સાઇઝ અને બારકોડ સાથે સ્ટાઇલ, શરૂઆતનો સ્ટોક, અને ગ્રાહકો. ફોટા ફાઇલના નામથી એકસાથે ઉમેરી શકાય.
હા. દરેક બિલ પીસ પ્રમાણે GST ગણે છે, રિટર્ન અને એક્સચેન્જ પર ક્રેડિટ નોટ બને છે, અને બેક ઓફિસ તમારા એકાઉન્ટન્ટ માટે GSTR-1 અને GSTR-3B સારાંશ અને Tally એક્સપોર્ટ તૈયાર કરે છે. Settings → Tax & HSN માં ઇ-ઇન્વોઇસ ચાલુ કરો, એટલે GST નોંધાયેલા ખરીદનારના દરેક બિલને IRN અને QR જાતે મળે છે.
Starter વર્ષે ₹8,000, Standard ₹14,000 અને Pro ₹20,000 — અથવા મહિને ₹800, ₹1,400 અને ₹2,000 — ઉપરાંત 18% GST. ટ્રાયલ પૂરી થાય તે પહેલાં તમે પ્લાન પસંદ કરો; જાતે કંઈ કપાતું નથી.
સાઇન અપ કર્યાની થોડી મિનિટોમાં તમારું પોતાનું વેબ સરનામું. પછી તમારી સ્ટાઇલ ઉમેરો અને બિલ બનાવવાનું શરૂ કરો.